બેરોજગાર ની માર
મારવાડીના છોકરા નાની ઉંમરે જ ધોબી કરિયાણા લોટ ની ચક્કી કે સમોસા પાણીપુરી ના નાના ધંધા શરુ કરી લે છે. ઉત્તર ભારતના છોકરા UPSC, ONGC, RAILWAY માટે તૈયારી કરે છે. દક્ષિણ ભારતના છોકરા IAS, IT, IIT, MEDICAL માટે તૈયારી કરે છે. એનાથી વધુ મહેનત આપણા #ગુજરાતમાં છોકરાઓ કિ્કેટ, સંમેલનો, પદયાત્રા, દહીં હાંડી, ગણપતિ, નવરાત્રિ વગેરે જેવી વ્યર્થ તૈયારી મા કરે છે. દોસ્તો જોડે પાર્ટી પીકનીક અને બ્રાંન્ડેડ કપડાં શૂઝ મોબાઈલ અને બાઈક Enjoy કરે છે. સમય અને ઉંમર વીતી ગયા પછી માતા-પિતાને માથે પથ્થર જેવા પડે છે જે ઉંમરે સારા અધિકારી થવા માટેનું શિક્ષણ લેવામાં સમય ગાળવાનો હોય, ત્યારે આપણા તરુણો ગરબા દોઠોયા કરી કોઈ ગરબી મંડળના અધ્યક્ષ, કોઈ પક્ષના તાલુકાધ્યક્ષ, યુવાધ્યક્ષ, શાખાધ્યક્ષ કે કાર્યકર્તા હોય છે જે ઉંમરે એમણે પોતાની કારકિર્દીની ચિંતા કરવાની હોય તે ઉંમરે ગલ્લે બેસીને દેશની ચિંતા કરતા હોય છે અને પછી બેરોજગારીનો કકળાટ કરે છે.